(PC: Unknown)

બહુ વખત પહેલા મેં એક કવિતા લખેલી, મારા કોલેજ ના પ્રથમ વર્ષ માં. મને હજુ પણ યાદ છે મારી ફાઈનલ એક્ઝામ ના material science ના પેપર ની અને વરસાદ ના એ વાતાવરણ ની.

પત્ર

આજે મારું સદભાગ્ય

મને મૌન રૂપી શબ્દો મળ્યા

એ શબ્દો ને મેં

લાગણી ની શાહીમાં બોળી

હૃદયરૂપી કાગળ પર લખી

વાદળના કવર માં નાખી

ઉપર સુગંધી પવન નું અત્તર લગાવી

સાથે અઢળક પ્રેમનો વરસાદ વરસાવી

મેં મોકલ્યા તારા અનામ સરનામે

ખબર નથી આ અનામ સરનામું કયું છે !

ખબર નથી ત્યાં રેહનાર પ્રિયજન કોણ છે !

છતાં મેં પત્ર લખ્યો એ અજાણ્યા પ્રિયજનને

હવે હું રાહ જોઉં છું

એવા જ કોઈ અજાણ્યા વ્યક્તિ એ

અનામ સરનામું સમજી

મને મોકલેલા , પ્રેમથી ભરેલા એવા સુગંધી સુગંધી પત્રની

– પૃથા દેસાઈ

Advertisements