હમણાં થોડા દિવસ પહેલા મેં મિત્રતા ઉપર એક કવિતા લખેલી। કવિતા છે કે ગદ્ય પદ્ય એ નથી ખબર।  બસ જે શબ્દો મળ્યા એને કાગળ પર ઉતાર્યા 🙂 મારી અમેરિકા ની સહુથી વ્હાલી મિત્ર ને અર્પણ 🙂

કોઈ મને અહીં મળે પોતાનું ,

લાગણીઓથી ભીનું ,

હુંફાળું હુંફાળું,

સાકાર ની મીઠાશ થી મધુર ,

માંની મમતાથી વધુ ભીનું ,

આંખોની આનંદી ખારાશે ,

થતું સાવ ઘેલું ઘેલું ,

દોસ્તી એવી નિખાલસ એની

ભીંજવી નાખે , એના સ્નેહથી ,

ભરી મૂકે મુઝ કોરીધાકોર ને !!

– પૃથા દેસાઈ

Advertisements