img_2466

વાતાવરણ લાલ બનતું જાય છે

જાણે કોઈ મારાથી વિદાય લેતું જાય છે

પણ

‘ફરીથી આવીશ ‘ એવા શબ્દો આકાશમાં લખી જાય છે

અને આવનાર નવા મિલનની આશ છોડાતું જાય છે

-પૃથા દેસાઈ

સૂર્યોદય અને સૂર્યાસ્ત મારો દિવસ નો સહુથી પ્રિય સમય છે.  ઉપરની ની પંક્તિઓ મારી લખેલી એક કવિતાની છેલ્લી કડી છે. એ કવિતા મેં મારી college ના સમયે લખેલી. આશરે એક દાયકા પછી પણ સૂર્યાસ્ત એટલો જ ગમે છે. ચાંગા માં એન્જિનિરીંગ કરતી વખતે દિવસ ના અંતે college પતે એટલે campus ના કોઈ પણ ખૂણે થી સૂર્યાસ્ત જોવાનો આનંદ અનેરો હતો. અદભુત હતા એ દિવસો 🙂  આખો દિવસ પૂરો થાય પછી સાંજ ના સમયે લાલઘૂમ થતું આકાશ અને એમાં ક્યારેક ભળતો વરસાદી આનંદ !!

Advertisements