બહુ બધી ગુજરાતી કવિતાઓ ગમે છે અને દર વખતે એમ થાય કે ગમતી કવિતાનો સંગ્રહ એકજ જગ્યા એ હોય તો કેવું સારું એટલે મને ગમતી અમુક ગુજરાતી કવિતાઓ અહીં મુકવાનું ચાલુ કરું છું

સુખ
શોધીજ ન શકાય
એનું સરળ કારણ
એ છે કે
સુખ
ફાયનલ પ્રોડક્ટ નથી,
એ તો છે બાય પ્રોડક્ટ
રોટલી વણતાં વણતાં
મળી જાય
ને ભગવદ્દગીતા
વાંચતા વાંચતા
ન પણ મળે !
-મુકેશ મોદી

Advertisements