મારાં વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો

ફક્ત ‘પપ્પા’ નામના ‘ગ્રહ’ માં મારુ આખું ‘universe’ આવી જાય

મમ્મી ની વાત નથી કરતી  કારણ કે

‘વસ્તી ગણતરી’ માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા !!

1st December મારી માં નો જન્મદિવસ. એના જન્મદિવસ ઉપર આ વખતે નક્કી કર્યું કે મને વ્હાલી દરેક વ્યક્તિ ને તેના જન્મદિવસે વગર ભુલ્યે card બનાવી ને આપવું! Quilling  શીખ્યે હજુ માત્ર 2 વર્ષ જ થયા છે પરંતુ પોતાની વ્યક્તિ ને કાંઈ ગમતું બનાવી ને આપવાની ઈચ્છા અને એ બનાવતી વખતે મળતો આનંદ અદભુત છે.  મારી જિંદગી પર લગભગ બધી બાબતોમાં મારી માં નો પ્રભાવ રહ્યો છે. આપણે જેમ મોટા થતા જઈએ છે એમ લાગણી બતાવાનું ઓછું કરતા જઈએ છે. શા માટે ??

આ વખતે Quilling strips કાપીને એક અનોખી રીતે કાર્ડ બનવાનું નક્કી કર્યું। ખુબજ ધીરજ અને મહેનત માંગે એવું કામ છે.

1) Strips થી કાર્ડ બનાવવા માટે પહેલા જેવું કાર્ડ બનાવવું હોઈ તેવો shape  એક કાગળ પર કાપી ને કાર્ડ પર ચોંટાડવો.

2. શરૂઆત માં પેહલા બોર્ડર કરી લેવી જેથી સરળતાથી અંદર ના ભાગ માં અલગ strips લગાવી શકાય.

3. અહીં મેં કાળા અને કથ્થાઈ રંગ ની પટ્ટી વાપરી છે.

4. હવે મોરપીંછ રંગ ની કુર્તી માં tight quilling થી buttons બનાવ્યા છે.

5. એ જ રીતે દીકરી નું પણ quilling work કર્યું છે. અહીં દીકરી ના માથાના વાળ અલગ રંગ ના કર્યાં છે. (Highlighted  😀 )

6. Stamping થી અને simple quilling flower થી બાકી નું કાર્ડ તૈયાર કર્યું.

7. આખું કાર્ડ બની ગયા પછી મને કશુંક ખૂટતું હોય એવું લાગતું હતું. Can you guess what did i add ??

mummy ને કાર્ડ post કરી દીધું પછી આમાં થોડા સુધારા કરવાના વિચાર આવ્યા. મુખ્ય તો જે strips ની નીચેનું white background છે એને કોઈ રંગ થી રંગી દીધું હોતું તો કાર્ડ વધુ સુંદર લાગતું. Next time !!

I love almost everything related to Quilling but Line Quilling is my new favorite. It gives me flexibility to create something beautiful and unique. It is not easy to work with line quilling but end result always surprises me 🙂 http://indianquillingchallenge.blogspot.in/

Happiest Birthday Mom!!

©desaiprutha.wordpress.com All ideas are copy righted and cannot be copied or used without permission.
Advertisements