ગુરુ હંમેશા બે પ્રકાર ના હોય. એક શિક્ષા ગુરુ અને બીજા દીક્ષા ગુરુ। દીક્ષા ગુરુ નું તો ખબર નહિ પણ દરેક ની જિંદગી માં બહુ બધા શિક્ષા ગુરુ હોઈ શકે. તમારા માતા પિતા, તમારા શિક્ષક ને તમારી આસપાસ ની એવી ઘણી વ્યક્તિઓ જે તમને કૈક શીખવી જતી હોય. મારી જિંદગી માં મને spiritual knowledge – આધ્યાત્મિક જ્ઞાન આપનાર મારા શિક્ષા ગુરુ એટલે મારા જીજુ। મારામાં કૃષ્ણભક્તિ નું જે કઈ પણ છે એ મારા જીજાજી ને લીધે। એમના જન્મ દિવસ પર આ વખતે મેં એમને જગન્નાથજી નું કાર્ડ બનાવી ને આપવાનું નક્કી કરેલું।

સહુથી પેહલા એક બેઝિક sketch બનાવેલો।  જગન્નાથજી નો ભાવ એમની આંખો માં છે. અને સહુથી વધુ સમય મને એમાં જ લાગ્યો

Quilling થી ગોળાકાર આપી ને આંખ પુરી કરી.

તિલક અને બાકી ના ઘરેણાં

Rest was easy 🙂 and Card is ready!!

जगन्नाथ स्वामी नयन पथ गामी भवतु में ॥

Advertisements