આજના #ArtisticSunday માટે એક નવો અનુભવ. આજે મેં વારલી પેઇન્ટિંગ થી કૈક નવું બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સહુથી પહેલા વારલી વિષે.

વારલી નો ઇતિહાસ :

ભારત એના ગામડામાં વસે છે અને આ ગામડામાંથી ભારત ને મળ્યો છે લોકકલા નો અમૂલ્ય ખજાનો। વારલી આવી જ એક અદભુત અને છતાં એકદમ સરળ કળા છે. વારલી એ મૂળ મહારાષ્ટ્રના સહ્યાદ્રીની પર્વતમાળામાં રહેતા વારલી અને માલખાર જાતિ ના આદિવાસી લોકો ની કળા છે. આશરે 2500 થી 3000 BC જૂની આ કળા  હાલ પણ પુનાના દાહણુ  અને તાળાસેરી તાલુકા માં જીવંત છે. ભારતમાં સહુ પ્રથમ 1970 ના દશકથી વારલી કળા  mainstream થઇ.

વારલી એ મૂળ આદિવાસી સ્ત્રીઓ દ્વારા ઘરની દીવાલો ઉપર કરવામાં આવતી. ઘેરું રંગ ની, માટી ના લીંપણવાળી દીવાલ ઉપર ફક્ત સફેદ રંગથી વિવિધ પ્રસંગો નું ચિત્રણ થતું. વારલી એ કોઈ ધાર્મિક કથા કે પાત્રો સાથે સંકળાયેલી નથી પરંતું માનવજીવનના સામાજિક પ્રસંગો સાથે જોડાયેલી છે. વરસાદ નું આગમન, વાવણી , લણણી , લગ્ન , જન્મ, મૃત્યુ અને આવા અનેક પ્રસંગો વારલી દ્વારા લોકો વ્યક્ત કરતા. જે લોકો શબ્દો થી અને લિપિથી માહિતગાર નહોતા એમના માટે ચિત્રલિપિ દ્વારા વિવિધ વસ્તુ નું જ્ઞાન આપવું એ પણ વારલીનો એક ઉદ્દેશ્ય હતો.

વારલી પ્રજા મૂળ પ્રકૃતિ પ્રેમી પ્રજા હતી એને એટલે જ વારલી કળાની પ્રેરણા અને વિષય બંને પ્રકૃતિ રહ્યા છે. વારલી માત્ર 3 આકાર ઉપર આધારિત છે: વર્તુળ, ત્રિકોણ અને ચોરસ. વર્તુળ ની પ્રેરણા સૂર્ય અને ચંદ્ર છે જયારે ત્રિકોણ ની પ્રેરણા પર્વત અને ઝાડ ની ટોંચ છે. ચોરસ એ માનવ શોધ છે અને એ જમીન અથવા પવિત્ર ભૂમી નો સંકેત છે. ચોરસ અથવા ચોક ની અંદર પ્રકૃતિ ની દેવી ‘પાલઘટ’ ની સ્થાપના કરાય છે અને એની આસપાસ સંપૂર્ણ જીવનચિત્ર બનાવાય છે. આ ઉપરાંત પ્રકૃતિ ના દરેક પાસા ને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે વારલી પ્રજા એ.

મારા વારલી ચિત્ર વિષે:

ઉપર જણાવ્યું તેમ વારલી મૂળ કોઈ ધાર્મિક કથા કે પાત્રો સાથે સુસંગત નથી પરંતુ મારી ઈચ્છા કૃષ્ણ ભગવાન ઉપર બનાવની હતી એટલે મેં મૂળ વારલી માં છુટછાટ લીધી છે. 3 ચિત્રો છે અને ત્રણે જીવન ના ત્રણ અલગ તબ્બકા છે.

  1. સૂર્યોદય : દિવસ ની શરૂઆત એટલે જીવનની શરૂઆત એટલે બાળપણ। અહીં કૃષ્ણ ભગવાન ના બળપણ ની માખણચોર ની લીલા છે. યશોદામાતા માખણ બનાવે ને માખણચોર ચોરી કરે.

 

2) મધ્યાહ્ન : મધ્યાહ્ન એટલે કિશોરાવસ્થા। અહીં કૃષ્ણ ગાયો ચરાવે છે અને વંશીવટે, જમુનાતટે એમની વાંસળી વગાડે છે.

3) ચાંદની રાત : ચાંદની રાત એટલે યુવાવસ્થા। અહીં કૃષ્ણ અને રાધા બીજી ગોપીઓ સહીત રાસલીલા કરે છે.

આખું તૈયાર થઇ ગયા પછી આવું લાગે છે!!

Advertisements