સુરેશ દલાલ ને જ્યારથી ચિત્રલેખા ના ઝલક માં વાંચતી ત્યારથી એ ગમતા। એમની લખાણ શૈલી અને નવી તથા જૂની બંને પેઢી ને ગમે. અહીં મારી ગમતી એમની અમુક પંક્તિઓ છે. કોઈ કવિતા ની પંક્તિ હશે તો કોઈ સોનેટ।

મારી પ્રત્યેક પળ
એ તુલસીપત્ર
એ જ વિષ્ણુસહસ્ત્રનામ
અને એ જ સત્યનારાયણ.

ઘાસમાં આળોટતાં
પવનને પકડવા
સૂર્યનાં કિરણોએ દોડાદોડ કરી મૂકી.

જ્ઞાની સૂરજને એમ હતું
કે ઝાકળના વેદ વાંચું
ઝાકળને તો એમ થયું
કે અભેદ થઈને રાચું

કઇં કેટલા નામનો ઉછળે મારે આંગણ દરિયો
એમાં એક નામ તમારું નાવ થઇ ને મ્હાલે

રાત દિવસ નો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
તમે પ્રેમ ની વાતો કરજો: અમે કરીશું પ્રેમ

મને લાગે નહીં ક્યાંય કશું એકલું
મને મારું એકાંત ગમે એટલું

આપણે આપણી રીતે રહેવું :
ખડક થવું હોઈ તો ખડક:
નહી તો નદી જેમ નિરાંતે વહેવું

આટલું બધું વહાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?

પંખી ના ટહુકા થી ઉઘાડે એવું
વહેલી સવાર નું મૌન મને આપો

Advertisements